Mumbai Crime:પાલઘરમાં 16 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપમાં બેની ધરપકડ

19 June, 2022 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર(Maharashtra)ના પાલઘર(Palghar)જિલ્લામાં થોડા દિવસો પહેલા મૃત હાલતમાં મળી આવેલી 16 વર્ષની આદિવાસી છોકરી પર બળાત્કાર અને હત્યા કરવા બદલ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)ના પાલઘર(Palghar)જિલ્લામાં થોડા દિવસો પહેલા મૃત હાલતમાં મળી આવેલી 16 વર્ષની આદિવાસી છોકરી પર બળાત્કાર અને હત્યા કરવા બદલ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી.

તેમણે જણાવ્યું કે યુવતી કાજુ અને કેરીના ખેતરોની દેખરેખ માટે મંગળવારે સવારે જવાહર તાલુકાના તેના ઘરેથી નીકળી હતી, પરંતુ તે પાછી આવી ન હતી.

અધિકારીના જણાવ્યા અનુસાર બુધવારે સાંજે કેટલાક રાહદારીઓએ તેનો મૃતદેહ વિસ્તારના અન્ય એક ખેતરમાં ખાડામાં જોયો અને પોલીસને જાણ કરી. તેણે કહ્યું કે છોકરીનું માથું કચડી ગયું હતું. જવાહર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અપ્પાસાહેબ લેંગરેએ જણાવ્યું કે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો, જેમાં મૃતક પર બળાત્કારની પુષ્ટિ થઈ.

બંને આરોપીઓએ યુવતીનો પીછો કર્યો હતો

અધિકારીએ વધુમાં કહ્યું કે બાદમાં પોલીસની એક ટીમે મામલાની તપાસ શરૂ કરી અને ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી. લેંગરેના જણાવ્યા અનુસાર, પોલીસે શનિવારે તે જ વિસ્તારમાંથી 19 અને 21 વર્ષની વયના બે લોકોની ધરપકડ કરી હતી. તેણે કહ્યું કે તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે બંને આરોપીઓએ યુવતીનો પીછો કર્યો હતો અને તેને અધવચ્ચે રોકી હતી.

ઘાસ અને પથ્થરોથી ખાડો ઢાંક્યો
અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપીએ કથિત રીતે બાળકી પર બળાત્કાર કર્યો અને પછી તેની હત્યા કરી અને લાશને ખાડામાં ફેંકી દીધી. તેઓએ ખાડો ઘાસ અને પથ્થરોથી ઢાંકી દીધો.

બંને આરોપીઓ સામે બળાત્કાર અને હત્યા સંબંધિત ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમો અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. લેંગરેએ કહ્યું કે આ મામલે વધુ તપાસ ચાલુ છે.

mumbai news mumbai palghar