મેટ્રો-7Aની ૧.૬૫ કિલોમીટરની ટનલ ઓપન કરવામાં આવી

19 April, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં આ સફળતાને ભારતીય તિરંગા સાથે વધાવવામાં આવી હતી. 

છેલ્લા તબક્કામાં ટનલ બોરિંગ મશીનનું બટન દબાવીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એને આગળ ધપાવતાં ટનલમાંથી મશીન માટી ખસેડી બહાર આવી ગઈ હતી અને ટનલ પૂરી થઈ હતી.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના T-2ને અંધેરી–ઈસ્ટમાં ઍરપોર્ટ કૉલોની સાથે જોડતી ૩.૪ કિલોમીટર લાંબી મેટ્રો-7Aની ૧.૬૫ કિલોમીટર લાંબી અને ૩૦ મીટર ઊંડી અન્ડરગ્રાઉન્ડ ટનલ ગઈ કાલે ઓપન થઈ હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં આ સફળતાને ભારતીય તિરંગા સાથે વધાવવામાં આવી હતી. 

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા મેટ્રો-7A આ ૩.૪ કિલોમીટરના રૂટ પર ૦.૯૪ કિલોમીટર એલિવેટેડ છે અને ૨.૫ કિલોમીટર અન્ડરગ્રાઉન્ડ છે. આ રૂટ પર બે સ્ટેશન રહેશે. એક સ્ટેશન એલિવેટેડ ઍરપોર્ટ કૉલોનીનું હશે, જ્યારે બીજું સ્ટેશન ઍરપોર્ટ પર હશે. ટ્‍વિન ટનલની લંબાઈ ૨.૩૫ કિલોમીટરની છે. મેટ્રો-3 (કોલાબા-BKC-સીપ્ઝ) સાથે મેટ્રો-7A ઍરપોર્ટ પર મળતી હોવાથી લોકોને ઍરપોર્ટ આવવા-જવામાં એનાથી આસાની રહેશે. મેટ્રો-3 આગળ જઈને વર્સોવા-અંધેરી-ઘાટકોપર મેટ્રોને કનેક્ટ થાય છે. 

mumbai news mumbai mumbai metro mumbai metropolitan region development authority devendra fadnavis