થાણેમાં ૧૧૪ ઉમેદવારો કરોડપતિ

09 January, 2026 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

TMCની ચૂંટણી કુલ ૬૪૯ ઉમેદવારો લડી રહ્યા છે. એમાંથી ૧૪૪ ઉમેદવારો કરોડપતિ​ હોવાનું જણાઈ આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની ચૂંટણીમાં ઝુકાવનારા ઉમેદવારોની સંપત્તિમાં ૨૦૧૭થી લઈને બેગણો અને કેટલાક કિસ્સામાં પાંચગણો વધારો થયો હોવાનું જણાઈ આવ્યું હતું. TMCની ચૂંટણી કુલ ૬૪૯ ઉમેદવારો લડી રહ્યા છે. એમાંથી ૧૪૪ ઉમેદવારો કરોડપતિ​ હોવાનું જણાઈ આવ્યું છે. આ કરોડપતિ ઉમેદવારોમાં એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવારો નોંધપાત્ર સંખ્યામાં છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકનાં પત્ની પરિષા સરનાઈકની સંપત્તિ તેમણે દાખલ કરેલા ઍફિડેવિટ મુજબ ૩૮૧ કરોડ રૂપિયા છે. એ પછી શિંદેસેનાના જ બાબાજી પાટીલે ૧૨૬.૩૩ કરોડ રૂપિયાની મિલકત જાહેર કરી છે. 

એ જ પ્રમાણે શિંદેસેનાના જ કલવાના ઉમેદવાર મંદાર કેણીએ ૧૦૫ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે, જ્યારે સૌથી ઓછી આવક ધરાવતા ઉમેદવારમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના મુંબ્રાના ઉમેદવાર ખાંચે અતીક મોહમ્મદ ખાંચે છે જેમની કુલ આવક ૨૦,૫૦૨ રૂપિયા છે. અપક્ષ ઉમેદવાર પ્રમીલા કેણીએ ૬૧.૬૮ કરોડ રૂપિયા, કવિતા પાટીલે ૫૫.૮૨ કરોડ, વિકાસ દાબાડેએ ૨૨.૮ કરોડ, લૉરેન્સ ડિસોઝાએ ૧૬.૨૭ કરોડ અને ભૂષણ ભોઈરે ૧૪.૬૮ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.

mumbai news mumbai thane municipal corporation thane political news