કૉન્ગ્રેસના ૧૨ પ્રધાનો પક્ષના સાચા હિતમાં કામ નથી કરી રહ્યા : એઆઇસીસીના સભ્ય

20 January, 2022 09:39 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિશ્વબંધુ રાયે મંગળવારે કૉન્ગ્રેસ-પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખી જણાવ્યું હતું કે...

કૉન્ગ્રેસ-પ્રમુખ સોનિયા ગાંધી

ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટી, મુંબઈના સભ્ય વિશ્વબંધુ રાયે મંગળવારે કૉન્ગ્રેસ-પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખી જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસના ૧૨ પ્રધાનો જેઓ મહાવિકાસ આઘાડીનો હિસ્સો છે તેઓ પક્ષના સાચા હિતમાં કામ નથી કરી રહ્યા અને તેમણે ચૂંટણીઢંઢેરામાં આપેલાં વચનો પૂરાં કરવા કોઈ મહત્ત્વનાં પગલાં લીધાં નથી. આ ૧૨ પ્રધાનો એમવીએ સરકારમાં કૉન્ગ્રેસના ક્વોટાના પ્રધાનો છે, પરંતુ તેમણે રાજ્યમાં પક્ષની સ્થિતિ મજબૂત કરવા કોઈ કાર્ય કર્યું નથી. તેઓ બધા માત્ર પોતાના સ્થાપિત હિત માટે કામ કરી રહ્યા છે.’ 
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘૨૦૧૯માં કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ એસઆરએ સ્કીમ હેઠળ મુંબઈના લોકોને ૫૦૦ ચોરસ ફુટનાં ઘર ઉપલબ્ધ કરાવવાનું તેમ જ મહારાષ્ટ્રમાં વીજબિલ માફ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ કૉન્ગ્રેસના પ્રધાનોએ આ વચન પૂરું કરવા માટે કોઈ પગલાં લીધાં નથી.’ 

mumbai mumbai news congress