મુંબ્રામાં ગૅલરીનો સ્લૅબ તૂટી પડ્યો ૧૩ વર્ષની ટીનેજરનું મોત

29 July, 2026 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેના મુંબ્રામાં અમૃતનગરમાં ૪ માળના બિલ્ડિંગના બીજા માળની ગૅલરીનો સ્લૅબ તૂટી પડતાં ૧૩ વર્ષની ટીનેજરનું મૃત્યુ થયું હતું

લોકોને બચાવતા ફાયરબ્રિગેડ સહિતની ઇમર્જન્સી ટીમ્સના જવાનો.

થાણેના મુંબ્રામાં અમૃતનગરમાં ૪ માળના બિલ્ડિંગના બીજા માળની ગૅલરીનો સ્લૅબ તૂટી પડતાં ૧૩ વર્ષની ટીનેજરનું મૃત્યુ થયું હતું. સોમવારે સાંજે બનેલી આ ઘટનામાં તૂટી પડેલા સ્લૅબના કાટમાળ નીચે પાંચ જણ ફસાઈ ગયા હતા જેને ઉગારી લેવામાં આવ્યા હતા. મળેલી માહિતી મુજબ ફૈયાઝ નામનું આ બિલ્ડિંગ આશરે ચાર દાયકા જૂનું છે અને અેને પહેલાં જ જોખમી જાહેર કરાયું હતું. આ બિલ્ડિંગમાં રહેતા ૭૦થી ૮૦ જણને તાત્કાલિક ધોરણે બીજે સુર​િક્ષત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. 

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ આપેલી માહિતી મુજબ દુર્ઘટના બાદ કાટમાળ નીચે ૬ લોકો દટાયા હતા. ઇમર્જન્સી ટીમ્સ દ્વારા ૬ જણને અેમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે ૧૩ વર્ષની આસ્મા કાદર શેખને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે ડૉક્ટરોએ મૃત જાહેર કરી હતી. 

સાવચેતી રાખતાં પ્રશાસને આખા બિલ્ડિંગને ખાલી કરાવ્યું હતું અને એમાં રહેનારાઓને બીજા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું થાણે રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ (RDMC)ના અધિકારીએ જણાવ્યું હતું.

mumbai news mumbai thane municipal corporation thane mumbai fire brigade