મધ્ય રેલવેમાં ૧૪ નવી AC લોકલ ટ્રેનો ઉમેરાઈ

18 April, 2025 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એને પગલે મધ્ય રેલવેમાં AC લોકલની સંખ્યા ૬૬થી વધીને ૮૦ થઈ છે.

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રેલવેને ૧૭૨ વર્ષ પૂર્ણ થયાં એ અવસરે મધ્ય રેલવેએ મેઇન લાઇન પર નવી ૧૪ ઍર-કન્ડિશન્ડ (AC) ટ્રેન દોડાવવાની અગાઉ જાહેરાત કરી હતી જેમાંથી ૭ લોકલ ટ્રેન બુધવારે બપોર સુધી દોડાવવામાં આવી હતી અને બાકીની ટ્રેનો સાંજે કાર્યરત થઈ હતી.

નવી AC ટ્રેન અગાઉ ચાલતી નૉન-AC ટ્રેનની જગ્યાએ શરૂ કરવામાં આવી છે એને પગલે મધ્ય રેલવેમાં AC લોકલની સંખ્યા ૬૬થી વધીને ૮૦ થઈ છે. જોકે ખાસ કરીને સવારે અને સાંજે પીક-અવર્સમાં AC લોકલની સંખ્યા વધતાં મુસાફરોના મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યા હતા. AC લોકલનું ભાડું વધુ હોવાથી સામાન્ય મુસાફરો એમાં પ્રવાસ કરવાનું પસંદ કરતા નથી અને પીક-અવર્સમાં જ સાદી ટ્રેન હવે AC બનતાં પ્રવાસીઓએ વધુ હાલાકી ભોગવવી પડશે.

mumbai news mumbai central railway mumbai local train AC Local