26 April, 2026 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વસઈના નાયગાવ ફ્લાયઓવર પર શુક્રવારે મોડી રાત્રે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ૧૫ વર્ષની એક ટીનેજર પુલના પેરાપેટ પર બેઠી હતી ત્યારે સંતુલન ગુમાવી દેતાં લગભગ ૭૦ ફુટ નીચે પાણીમાં પડી ગઈ હતી. આ ઘટના શનિવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. એ ટીનેજર એક મિત્ર સાથે વાત કરી રહી હતી.
ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવેલી માહિતી અનુસાર ટીનેજર ફ્લાયઓવરની ધાર પર બેઠી હતી ત્યારે અચાનક લપસી ગઈ હતી અને નીચે પાણીમાં પડી ગઈ હતી, જેને કારણે આસપાસના સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. એ સમયે એક માછીમારે જોયું કે કોઈ પાણીમાં પડ્યું છે. એટલે તેણે તરત જ ખાડીમાં કૂદકો મારીને ટીનેજરને બચાવી લીધી હતી. ત્યાર બાદ તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને તેની હાલત સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.