07 September, 2026 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
દહીહંડી ઉત્સવ દરમ્યાન જાહેર માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ મુંબઈની ટ્રાફિક-પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી હતી. પોલીસે આ ઉત્સવ દરમ્યાન નિયમો તોડનારાઓને કુલ ૧૮,૮૧૮ ચલાન આપીને ૧.૯૨ કરોડ રૂપિયા દંડ તરીકે વસૂલ કર્યા છે.
ટ્રાફિક-પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે દારૂ પીને વાહન ચલાવતા, જોખમી રીતે ડ્રાઇવિંગ કરતા કે અન્ય મુસાફરોનો જીવ જોખમમાં મૂકતા ડ્રાઇવરો સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.
નોંધાયેલા કેસોની વિગત
ટ્રાફિક જૅમ કરવો : ૩૭૨૭ ચલાન
હેલ્મેટ વગર ડ્રાઇવિંગ : ૩૨૪૯ ચલાન
રેડ સિગ્નલ તોડવું : ૧૪૭૮ ચલાન
રૉન્ગ સાઇડ ડ્રાઇવિંગ : ૭૩૪ ચલાન
નો-એન્ટ્રી / વન-વેમાં જવું : ૪૭૬ ચલાન
ટ્રિપલ સીટ રાઇડિંગ : ૩૦૧ ચલાન
ડ્રકન ડ્રાઇવિંગ : ૨૫ કેસ