06 March, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્વીન્સ સિસ્ટર્સને બચાવી લેવાઈ
થાણે-ઈસ્ટના સાંઈનાથ નગરમાં રહેતા પરિવારની ૨૧ મહિનાની ટ્વિન્સ બહેનો ફ્લૅટનો દરવાજો બંધ થઈ જતાં અંદર ફસાઈ ગઈ હતી. જોકે ફાયર-બ્રિગેડે ગણતરીની મિનિટોમાં ત્યાં પહોંચીને બન્ને બાળકીઓને બહાર કાઢી લીધી હતી.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણે-ઈસ્ટમાં આવેલા પબ્લિક કૂવા પાસેની એક માળની લક્ષ્મણ ચાલીમાં અનુજ કુમાર તેના પરિવાર સાથે ભાડેથી રહે છે. સોમવારે રાતે ૭.૩૪ વાગ્યે ઘરનો દરવાજો અચાનક લૉક થઈ જતાં તેમની એકવીસ જ મહિનાની બે દીકરીઓ આરુષી અને આયુષી એમાં ફસાઈ ગઈ હતી. આ વિશે કોપરી ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવતાં તેમની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કડી-તાળું તોડીને તેમણે ઘરનો દરવાજો ખોલી નાખ્યો હતો.’