07 January, 2025 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિક્ષા-ડ્રાઇવરો સામે ખાસ અભિયાન
મુંબઈ પોલીસ અને રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) દ્વારા ઈસ્ટર્ન સબર્બ્સમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા રિક્ષા-ડ્રાઇવરો સામે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં માત્ર બે જ દિવસ ૩૦ અને ૩૧ ડિસેમ્બરે બે હજારથી વધારે રિક્ષા-ડ્રાઇવરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની પાસેથી ૨૪.૫૩ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
RTO ઑફિસરના જણાવ્યા મુજબ ઈસ્ટર્ન સબર્બ્સમાં કુલ ૫૪૨૫ રિક્ષા છે, જેમાંની ૨૧૩૦ રિક્ષાના ડ્રાઇવરો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું; ઘણા ડ્રાઇવરો રિક્ષા એની નિર્ધારિત લાઇફ વટાવી ચૂકી હોવા છતાં એ ચલાવી રહ્યા હતા. એટલું જ નહીં, ઘણા ડ્રાઇવરો પાસે એનું ફિટનેસ સર્ટિફિકેટ પણ નહોતું. એ સિવાય તેમની પાસે ઇન્શ્યૉરન્સ, પબ્લિક સર્વિસ પરમિટ, પૉલ્યુશન અન્ડર કન્ટ્રોલ સર્ટિફિકેટ, લાઇસન્સ અને ડ્રાઇવરનો બેજ પણ નહોતો. આમ તેમણે અનેક નિયમોનો ભંગ કર્યો હતો.