થાણેમાં આજે ૨૪ કલાક પાણીકાપ, મીરા-ભાઈંદરમાં ૨૦ ટકા પાણીકાપનો નિર્ણય

18 June, 2026 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાણીની સપ્લાય ચાલુ કર્યા પછી પણ ૪૮ કલાક સુધી પ્રેશર ઓછું રહેશે. દીવા, કલવા, મુંબ્રા, માનપાડા વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે.

પ્રતીકાત્મક તસવીર

મૉન્સૂન લંબાઈ ગયું છે ત્યારે પાણીની ખેંચ પડવાની શક્યતા જોતાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ થાણે સહિત દિવા, કલવા અને મુંબ્રાના મોટા ભાગના વિસ્તારોમાં આજે ૧૮ જૂને બપોરે ૧૨ વાગ્યાથી ૧૯ જૂને બપોરે ૧૨ વાગ્યા સુધી ૨૪ કલાક પાણીપુરવઠો બંધ રાખવાની જાહેરાત કરી છે. રહેવાસીઓને પાણીનો સંગ્રહ કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે પાણીની સપ્લાય ચાલુ કર્યા પછી પણ ૪૮ કલાક સુધી પ્રેશર ઓછું રહેશે. દીવા, કલવા, મુંબ્રા, માનપાડા વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે.

મીરા-ભાઈંદરમાં ૨૦ ટકા પાણીકાપ, પખવાડિયે એક વાર પાણી સાવ બંધ રહેશે

ચોમાસું પાછું ઠેલાવાને કારણે તેમ જ પાણીપુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં પાણીના ઓછા સ્તરને જોઈને મીરા-ભાઈંદરમાં ૨૦ ટકા પાણીકાપ મૂકવાનો નિર્ણય મ્યુનિસિપલ કૉર્પોરેશને લીધો છે. આ ઉપરાંત ૧૫ દિવસે પાણી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય પણ ૯ જૂને લેવાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. એક તો પહેલેથી જ મીરા-ભાઈંદરના રહેવાસીઓ પાણી માટે ટૅન્કરના ભરોસે છે ત્યારે હવે પાણીકાપને કારણે લોકોએ વધુ સમસ્યાનો સામનો કરવો પડશે.

mumbai news mumbai thane thane municipal corporation Water Cut mumbai water levels monsoon news mira bhayandar municipal corporation