કૂપર હૉસ્પિટલમાં ૩ મહિનામાં ૨૬ પેશન્ટ બેડ પરથી નીચે પડી ગયા

28 November, 2025 08:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૉસ્પિટલના અધિકારીઓએ કહ્યું હતું કે ‘પલંગ પર સિક્યૉરિટી માટે રેલિંગ છે, પણ ઘણા દરદીઓ એ ફાવતી ન હોવાનું કહીને દૂર કરી દે છે.

કૂપર હોસ્પિટલ

આ વર્ષના જુલાઈથી સપ્ટેમ્બર મહિના સુધીમાં કૂપર હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવેલા પેશન્ટ્સ પલંગ પરથી પડી ગયા હોય એવા ૨૬ કેસ જુહુ પોલીસ-સ્ટેશનમાં નોંધાયા હતા. આ જાણકારી એક રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) અરજીના જવાબમાં સામે આવી હતી. તાજેતરમાં જ કૂપર હૉસ્પિટલમાં દાખલ કરાયેલા ૮૦ વર્ષના એક પેશન્ટ અડધી રાતે પલંગ પરથી પડી ગયા હતા અને એના બીજા જ દિવસે તેમનું હાર્ટ-અટૅકને લીધે મૃત્યુ થયું હતું. આ પહેલાં ૧૭ નવેમ્બરે પણ બાવન વર્ષના એક પેશન્ટ બાથરૂમમાં પડી ગયા હતા. એના બે કલાક પછી તેમને સારવાર આપવામાં આવી હતી અને એ જ દિવસે તેમનું મૃત્યુ થયું હતું.

હૉસ્પિટલના અધિકારીઓએ કહ્યું હતું કે ‘પલંગ પર સિક્યૉરિટી માટે રેલિંગ છે, પણ ઘણા દરદીઓ એ ફાવતી ન હોવાનું કહીને દૂર કરી દે છે. મૉન્સૂનમાં તો હૉસ્પિટલમાં ભીડ એટલી વધી જાય છે કે અમારે એક પલંગ પર બે દરદીઓને રાખવા પડ્યા હતા. સ્ટાફ અલર્ટ રહે એ જરૂરી છે, પણ ગમે એટલી સતર્કતા છતાં દરેક પેશન્ટ પર દરેક સમયે નજર રાખવી મુશ્કેલ છે.’

mumbai news mumbai cooper hospital mumbai suburbs juhu Crime News mumbai crime news