બીડ-અહિલ્યાનગર વચ્ચે ૨૬૧ કિલોમીટર લાંબો રેલવેમાર્ગ શરૂ

18 September, 2025 09:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહમદનગર રેલવે-સ્ટેશનને તાજેતરમાં જ કેન્દ્ર સરકારે અહિલ્યાનગર નામ આપવાની મંજૂરી આપી છે.

લાંબા સમયથી મરાઠવાડાના બીડ-અહિલ્યાનગર વચ્ચે રેલવેનો પ્રોજેક્ટ પૂરો થાય એની રાહ જોવાઈ રહી હતી

લાંબા સમયથી મરાઠવાડાના બીડ-અહિલ્યાનગર વચ્ચે રેલવેનો પ્રોજેક્ટ પૂરો થાય એની રાહ જોવાઈ રહી હતી. ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર તથા પર્યાવરણપ્રધાન પંકજા મુંડેએ બીડ સ્ટેશન પરથી અહિલ્યાનગર જતી પ્રથમ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. અહમદનગર રેલવે-સ્ટેશનને તાજેતરમાં જ કેન્દ્ર સરકારે અહિલ્યાનગર નામ આપવાની મંજૂરી આપી છે.

mumbai news mumbai beed ahilyanagar indian railways devendra fadnavis eknath shinde ajit pawar maharashtra news