30 October, 2025 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગાર્બેજ હેલ્પલાઇન નંબર- ૮૧૬૯૬૮૧૬૯૭
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ગાર્બેજ હેલ્પલાઇન પર પાછલા ૨૮ મહિનામાં ૨૭,૬૩૪ ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી ૩૨૬ ફરિયાદો સિવાયની તમામ ફરિયાદોનું એટલે કે આશરે ૮૯ ટકા જેટલી ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું હોવાનું BMCના એક અધિકારીએ જણાવ્યું હતું. કુલ ફરિયાદોમાંથી ૨૭,૩૦૮ ફરિયાદોનો ઉકેલ લાવી દેવાવામાં આવ્યો છે.
૨૦૨૩ના જૂન મહિનામાં BMCએ વૉટ્સઍપ પર ગાર્બેજ હેલ્પલાઇન શરૂ કરી હતી. આ હેલ્પલાઇન પર ગાર્બેજ વિશે કોઈ પણ સમસ્યાની ફરિયાદ નોંધાવી શકાય છે. લોકોએ આ હેલ્પલાઇન પર ફોન કરીને તેમના વિસ્તારમાં ફેલાયેલા કાટમાળ અને પ્રદૂષણ બાબતે પણ ફરિયાદો નોંધાવી હતી. હેલ્પલાઇન શરૂ થઈ ત્યારથી ચાલુ વર્ષના ઑક્ટોબર મહિના સુધીમાં નોંધાયેલી ફરિયાદોની માહિતી BMCએ આપી હતી.
સૌથી વધુ ફરિયાદો
આ વૉર્ડ્સમાંથી મળી
K-વેસ્ટ વૉર્ડમાં ૨૭૧૭
P-સાઉથ વૉર્ડમાં ૨૩૭૩
S-વૉર્ડમાં ૨૦૫૭
G-નૉર્થ વૉર્ડમાં ૧૭૪૮
K-ઈસ્ટ વૉર્ડમાં ૧૫૪૮
સૌથી ઓછી ફરિયાદો
આ વૉર્ડ્સમાંથી મળી
T-વૉર્ડમાં ૨૧૯
A-વૉર્ડમાં ૨૯૨