29 December, 2025 08:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈમાં ૯ વર્ષની બાળકી પર જાતીય હુમલાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે ૩૪ વર્ષના આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટના નવી મુંબઈના સીવુડ્સ પરિસરમાં બની હતી. આરોપી બાળકીના પાડોશમાં રહેતો હતો અને અવારનવાર તેના ઘરે આવ-જા કરતો હોવાને કારણે પરિચિત હતો. ૨૪ ડિસેમ્બરે જ્યારે બાળકી તેના ઘરના હૉલમાં એકલી ટીવી જોઈ રહી હતી અને તેની મમ્મી અંદર હતી ત્યારે આરોપીએ ઘરમાં ઘૂસીને બાળકી પર જાતીય હુમલો કર્યો હતો. બાળકીએ આ વિશે તેની મમ્મીને જાણ કરી એ પછી તેમણે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.