12 November, 2026 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશની કુલ સ્ટ્રૉબેરીઝનું ૮૦ ટકા ઉત્પાદન કરતા મહારાષ્ટ્રનાં પ્રખ્યાત હિલ-સ્ટેશન મહાબળેશ્વર અને પંચગનીના ખેડૂતો અનિશ્ચિત શિયાળા તરફ આગળ વધી રહ્યા છે. આ વર્ષે ચોમાસામાં પડેલા ઓછા વરસાદને કારણે મહાબળેશ્વરમાં સ્ટ્રૉબેરીઝના વાવેતર વિસ્તારમાં ૪૦ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે ૭૨૦ હેક્ટરમાં થતી વાવણીને બદલે આ વર્ષે ૨૮૦ હેક્ટર જમીનમાં જ વાવેતર થયું છે.
મહાબળેશ્વર અને પંચગની વિસ્તારમાં ચોમાસા દરમ્યાન સામાન્ય રીતે સરેરાશ ૫૪૩૮ મિલીમીટર વરસાદ નોંધાતો હોય છે જેની સામે આ વર્ષે માત્ર ૩૫૬૪ મિલીમીટર વરસાદ પડ્યો છે. પાણીની આ અછતને લીધે ખેડૂતોને વાવેતર સીમિત રાખવાની ફરજ પડી છે.
આ ઉપરાંત ઓછા વરસાદને કારણે જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં પાણીની અછત ઊભી થવાના અણસાર છે. આ જ સમય સ્ટ્રૉબેરીઝની ખેતી માટે મહત્ત્વનો છે જેને કારણે સ્ટ્રૉબેરીઝની ખેતી કરતા આશરે ૬૦૦૦ પરિવારોને મોટું આર્થિક નુકસાન થશે.