11 May, 2026 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) જૂના શહેરના અનેક ભાગોમાં ગટર અને વરસાદી પાણીની ૫૦ વર્ષ જૂની ડ્રેનેજલાઇનો બદલવા માટે ૩૫૦ કરોડ રૂપિયાની યોજના તૈયાર કરી રહ્યું છે.
કેન્દ્ર સરકારની અટલ મિશન ફૉર રિજુવનેશન ઍન્ડ અર્બન ટ્રાન્સફૉર્મેશન (AMRUT)-2 યોજના હેઠળ હાથ ધરવામાં આવનારા અપગ્રેડનો હેતુ નૌપાડા, વર્તકનગર અને પાચપાખાડી જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ગટરો અને ગટરના પાણીના બૅકફ્લોની વારંવાર થતી ફરિયાદોને દૂર કરવાનો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય સંજય કેળકરે આ અંગે જણાવ્યું હતું કે ‘હાલનું ડ્રેનેજ-ઇન્ફ્રાસ્ટ્રકચર પાંચ દાયકાથી વધુ જૂનું છે. એ અત્યારની વસ્તી પ્રમાણે અપૂરતું છે જેને કારણે વારંવાર સ્વચ્છતા અને આરોગ્યની ચિંતાઓ ઊભી થાય છે અને વારંવાર ઓવરફ્લો અને સ્વચ્છતાના પ્રશ્નો ઊભા થાય છે.’ ડ્રેનેજલાઇન બદલવાનું કામ ચોમાસા પછી શરૂ થવાની અપેક્ષા છે અને બે વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.