વરલીમાં લાગેલી આગમાં ૭ ઝૂંપડાં બળીને ખાખ

20 October, 2025 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરલી-ડેપો સામે આવેલા મહાકાલીનગરના ઝૂંપડામાં ગઈ કાલે રાતે ૨૦.૪૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી

પ્રતીકાત્મક તસવીર

વરલી-ડેપો સામે આવેલા મહાકાલીનગરના ઝૂંપડામાં ગઈ કાલે રાતે ૨૦.૪૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. જોતજોતાંમાં આગ આજુબાજુનાં ઝૂંપડાંઓમાં પણ ફેલાઈ ગઈ હતી. એમાં ગૅસનાં સિલિન્ડર ફાટતાં આગ વધુ ભભૂકી હતી. ફાયર-બ્રિગેડે ઘટનાસ્થળે જઈને આગ ઓલવવાની કામગીરી ચાલુ કરી હતી. આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હતી અને એ પછી ગૅસના સિલિન્ડર ફાટતાં એ વધુ ફેલાઈ હતી. આગમાં કોઈના જખમી થવાના અહેવાલ મોડી રાત સુધી નહોતા. 

mumbai news mumbai worli fire incident mumbai fire brigade