✕

બોટાદ સંપ્રદાયનાં પૂ. ચાંદનીજી મહાસતીજીની ૩૦ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાથી ધર્મોલ્લાસ

07 October, 2026 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂ. રાજુલબાઈ મ.સ. આદિ ઠાણાની ચૈત્રી આયંબિલ ઓળી મલાડ-મોટા સંઘ અને ચાતુર્માસ મીરા રોડમાં નક્કી થયેલ છે.

બોટાદ સંપ્રદાયનાં પૂ. ચાંદનીજી મહાસતીજી

બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ. શૈલેશમુનિ મ.સા. તથા પ્રવર્તિની પૂ. સવિતાબાઈ મ.સ.ના પરિવારનાં મધુર વક્તા પૂ. અરુણાબાઈ મ.સ.નાં સુશિષ્યા બા.બ્ર.પૂ. ચાંદનીજી મહાસતીજીએ ૭૩ વર્ષની વયે છઠ્ઠી વાર માસક્ષમણ-૩૦ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરતાં પાંચ દિવસ ધર્માનુષ્ઠાન, સાંજી વગેરે યોજાયેલાં હતાં. 

શુક્રવાર ૨૫ સપ્ટેમ્બરે ત્રણ દંપતીએ શીલવ્રત અને પૌષધ સહિત માસક્ષમણની ભાવના ભાવિ હતી. પારણાનો ચડાવો હિરલબેન પીયૂષભાઈ બોટાદરાએ લીધો હતો. આ પ્રસંગે પૂ. શ્રી નમ્રમુનિ મ.સા., પૂ. જ્યોતિજી મ.સ., પૂ. ઉર્મિલાજી મ.સ. આદિ સતીવૃંદ તથા બોટાદ સંઘ, મુંબઈના વિવિધ સંઘોની ઉપસ્થિતિ હતી. ગારોડિયાનગર સંઘના ૩૯ ચાતુર્માસમાં બીજી વાર પંચ મહાવ્રતધારીઓના માસક્ષમણનો લાભ મળતાં ધર્મોલ્લાસ છવાયો હતો. પૂ. રાજુલબાઈ મ.સ. આદિ ઠાણાની ચૈત્રી આયંબિલ ઓળી મલાડ-મોટા સંઘ અને ચાતુર્માસ મીરા રોડમાં નક્કી થયેલ છે. સૂત્ર સંચાલન હરીશ શાહ વગેરેએ કર્યું હતું. પૂ. મહાસતીજીના ઉગ્ર તપની પૂ. શ્રી ધીરગુરુદેવે અનુમોદના કરી હતી. 

mumbai news mumbai jain community gujaratis of mumbai gujarati community news culture news