ઍરપોર્ટના કાર્ગો ટર્મિનલ પરથી લંડન જતી ડ્રગ્સની ૭૪,૦૦૦ કૅપ્સ્યુલ્સ પકડાઈ

06 January, 2025 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭૪,૦૦૦ કૅપ્સ્યુલ્સમાં ૨૯.૬ કિલો ડ્રગ્સ છુપાવેલું હતું જેની કિંમત ૭૫ લાખ રૂપિયા થાય છે

પ્રતીકાત્મક તસવીર

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના કાર્ગો ટર્મિનલ પરથી ડ્રગ્સની ૭૪,૦૦૦ કૅપ્સ્યુલ્સ પકડી પાડી હતી. NCBને પાકી માહિતી મળી હતી કે ફાર્મા​સ્યુટિકલ કંપની દ્વારા એની દવામાં ચેન્જિસ કરી એને નશો કરવાની દવામાં કન્વર્ટ કરી એ​ વિદેશ મોકલવામાં આવી રહી છે. એથી કાર્ગો ટર્મિનલ પર વૉચ રાખી NCBના અધિકારીઓએ એ ડ્રગ્સ પકડી પાડ્યું હતું.

૭૪,૦૦૦ કૅપ્સ્યુલ્સમાં ૨૯.૬ કિલો ડ્રગ્સ છુપાવેલું હતું જેની કિંમત ૭૫ લાખ રૂપિયા થાય છે. એ ડ્રગ્સને ફૂડ-આઇટમ ગણાવવામાં આવી હતી. એ કન્ટેનર લંડન જવાનું હતું. આ સંદર્ભે બે કુરિયર અને એક લૉજિસ્ટિક કંપનીમાં આ બાબતે વધુ તપાસ ચલાવાઈ રહી છે.

2.44 લાખ - ફેમસ બ્રૅન્ડ્સની આટલા નંગ ડુપ્લિકેટ  સિગારેટ પણ પકડાઈ

mumbai news mumbai mumbai airport Crime News mumbai crime news Narcotics Control Bureau