✕

મુંબઈમાં ૮ મહિનામાં ટીનેજ ગર્લના અપહરણના ૮૭૫ કેસ નોંધાયા : પોલીસે ૯૭ ટકા કેસ ઉકેલ્યા

27 October, 2026 08:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા ભાગના કિસ્સામાં ઘરેલુ હિંસા અને ભેદભાવ જવાબદાર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં જાન્યુઆરીથી ઑગસ્ટ ૨૦૨૬ વચ્ચેના ૮ મહિનાના સમયગાળા દરમ્યાન સગીર વયની છોકરીઓના અપહરણના ૮૭૫ કેસ નોંધાયા હતા, જેમાંથી મુંબઈ પોલીસે ૮૪૬ એટલે કે ૯૭ ટકા કેસ સફળતાપૂર્વક ઉકેલી નાખ્યા છે. સામાજિક કાર્યકરોનું કહેવું છે કે આમાંના આશરે ૯૫ ટકા કિસ્સાઓમાં ટીનેજર ગર્લ્સ ઘરેલુ હિંસા, પરિવારમાં થતો ભેદભાવ અને કૌટુંબિક સમસ્યાઓથી કંટાળીને જાતે જ ભાગી ગઈ હોવાનું સામે આવ્યું છે એટલે આ સમસ્યાનાં મૂળિયાં સુધી પહોંચીને પાયાના પ્રશ્નો ઉકેલવા જરૂરી છે.

ગયા વર્ષે ૨૦૨૫ના આ જ સમયગાળા દરમ્યાન પોલીસે અપહરણના ૯૪૧ કેસ નોંધ્યા હતા અને એમાંથી ૮૭૯ એટલે કે ૯૩ ટકા કેસ ડિટેક્ટ કર્યા હતા. એકલા ઑગસ્ટ ૨૦૨૬માં જ આવા ૧૦૯ કેસ નોંધાયા હતા અને એમાંથી ૯૧ કેસ ઉકેલી લેવામાં આવ્યા હતા.

જુલાઈ મહિનામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કૅબિનેટને માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘૨૦૨૧થી ૨૦૨૬ વચ્ચેના રાજ્યના આંકડા દર્શાવે છે કે ગુમ થયેલી મહિલાઓમાંથી ૪૬.૩૨ ટકા પ્રેમસંબંધોને કારણે, ૨૦ ટકા કૌટુંબિક સમસ્યાઓને કારણે અને બે ટકા માનસિક તનાવને કારણે ઘર છોડી ગઈ હતી. પુરુષોના કિસ્સામાં ૩૨ ટકા લોકો ઘરેલુ પ્રશ્નોને લીધે અને ૯.૧૨ ટકા પ્રેમસંબંધોને કારણે લાપતા થયા હતા.

mumbai news mumbai Crime News mumbai crime news mumbai police