૯ વર્ષની અનુષ્કાને ફરીથી સાજીમાજી થવા તમારી આર્થિક મદદની જરૂર છે

21 July, 2021 10:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મગજની બીમારીની સારવાર માટે હૉસ્પિટલે પોણાચાર લાખ રૂપિયાનો એસ્ટિમેટ આપ્યો છે

હૉસ્પિટલમાં દાખલ થતાં પહેલાં હસતી-રમતી અનુશ્કા. હૉસ્પિટલમાં સારવાર હેઠળ અનુશ્કા પરમાર.

માહુલમાં રહેતી ૯ વર્ષની ચોથા ધોરણની વિદ્યાર્થિની અનુશ્કા રમેશ પરમાર હાલ મગજમાં થયેલી ગાંઠો કારણે અસાધ્ય બીમારીથી પીડાઈ રહી છે. નારાયણ હૃદયાલયની મહાલક્ષ્મીમાં આવેલી એસઆરસીસી ચિલ્ડ્રન્સ હૉસ્પિટલમાં તેની હાલ સારવાર ચાલી રહી છે. તેની સારવાર જાણીતાં પીડિયાટ્રિક ન્યુરોસર્જ્યન અનાઇતા ઉદવાડિયા-હેગડે કરી રહ્યાં છે.
અનુશ્કાની બીમારી વિશે માહિતી આપતાં તેના પિતા રમેશ પરમારે કહ્યું હતું કે ‘ડિસેમ્બર મહિનામાં અનુષ્કાએ માથામાં બહુ જ દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. એથી અમે તેની સામાન્ય દવા કરાવી, પણ દુખાવો મટતો ન હોવાથી બીજા ડૉક્ટરને બતાવ્યું હતું. પછી ખબર પડી કે તેને કોરોના થઈ ગયો હતો અને મટી પણ ગયો હતો. જોકે એ દરમ્યાન તેની ઇમ્યુનિટી ઓછી થઈ ગઈ હતી. બહુ જ દુખાવો રહેતો હોવાથી અનુશ્કાનો એ પછી એમઆરઆઇ કરાવ્યો ત્યારે ખબર પડી કે તેના મગજમાં છ જેટલી ગાંઠ હતી. એમાંની એક ગાંઠમાં પસ થઈ ગયું હતું અને એ ફૂટી ગઈ હતી. એથી તેને માથામાં સખત દુખાવો થતો હતો. ત્યાર બાદ તેની એ પ્રમાણેની સારવાર ચાલુ કરવામાં આવી હતી. મુંબઈનાં જાણીતાં સર્જ્યન ડૉ. અનાઇતા ઉદવાડિયા-હેગડેની સારવાર ચાલુ છે. ૯ જુલાઈથી તે મહાલક્ષ્મીની એસઆરસીસી હૉસ્પિટલમાં ઍડ્મિટ છે.’
 રમેશભાઈના પરિવારમાં તેમનાં વૃદ્ધ માતા દેમા દાનજી પરમાર, પત્ની રીટા, દીકરો જતીન અને સૌથી નાની દીકરી અનુશ્કાનો સમાવેશ થાય છે. તેમની માતાને પૅરૅલિસિસની અસર છે. સરકારી નોકરી કરતા રમેશભાઈએ દીકરી અનુશ્કાની સારવાર કરાવવા લોન પણ લીધી છે. જોકે એ પણ હવે પૂરી થઈ ગઈ છે. હૉસ્પિટલે અનુશ્કાની જો સામાન્ય સુવિધાઓ સાથે પણ સારવાર કરવામાં આવે તો ૩.૭૧ લાખ રૂપિયાનો એસ્ટિમેટ આપ્યો છે. રમેશભાઈ માટે એ રકમ ઊભી કરવી ગજા બહારનું થઈ ગયું છે. એથી ‘મિડ-ડે’ના વાચકો અનુશ્કાની સારવાર માટે કોઈ આર્થિક મદદ કરવા માગતા હોય તો તેમણે હૉસ્પિટલની ડિટેલ નીચે આપી છે એ પ્રમાણે અનુશ્કાની સારવાર માટે રકમ મોકલવી. જો ઑનલાઇન ફન્ડ ટ્રાન્સફર કરતા હોય તો રેફરન્સમાં અનુશ્કા પરમાર - MRN - 12520000037164  નંબર જરૂરથી લખવો જેથી એ રકમ તેની જ સારવાર માટે વપરાય. બીજું, પેમેન્ટ કર્યાની રસીદ અનુશ્કાના પિતા રમેશભાઈના 97730 66379 મોબાઇલ નંબર પર વૉટ્સઍપ કરી દેવી જેથી તેમને પણ અંદાજ રહે કે અનુશ્કાને કેટલી મદદ મળી છે અને હજી કેટલાની જરૂર છે. 

બૅન્ક-ડિટેલ
Account Name : Narayana Hrudayalaya Limited
Bank Name : State Bank of India
Branch code And Address : (01154) Shivsagar Estate, Worli (south) Branch, Dr.A.B.Raoad, Worli, P.o.no.16555, Mumbai - 400018. 
Type of A/C: Current A/C
Account Number : 38003269559
IFSC Code : SBIN0001154
In reference please put Patient Number: 
MRN -12520000037164

Mumbai mumbai news