૨૫ વર્ષની યુવતીએ રવિ કિશન પોતાના પિતા હોવાનો આરોપ કર્યા બાદ હવે DNA ટેસ્ટની કરી માગણી

22 April, 2024 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોરખપુરથી BJPની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા ઍક્ટર-કમ-પૉલિટિશ્યનની મુસીબતમાં થયો વધારો

શિનોવા

મુંબઈની ૨૫ વર્ષની મહિલાએ શનિવારે મુંબઈની એક કોર્ટમાં સિવિલ સૂટ ફાઇલ કરીને દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં ગોરખપુરના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય રવિ કિશન મારા બાયોલૉજિકલ પિતા છે અને આ માટે તેણે DNA ટેસ્ટની માગણી કરી હતી.

શિનોવા નામની આ મહિલાએ કોર્ટને અરજ કરી હતી કે તે ઍક્ટરમાંથી રાજકારણી બનેલા રવિ કિશનની પુત્રી છે. રવિ કિશન અને અપર્ણા સોની વચ્ચેની રિલેશનશિપમાં તેનો જન્મ થયો છે.
શિનોવાએ બૉમ્બે હાઈ કોર્ટમાં પણ પિટિશન કરીને લખનઉમાં અપર્ણા સોની સામે નોંધવામાં આવેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)ને રદ કરવાની માગણી કરી છે.

શિનોવાએ જ્યારે જાહેરાત કરી કે રવિ કિશન તેના બાયોલૉજિકલ પિતા છે એ પછી ત્રણ દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં રવિ કિશનની પત્ની પ્રીતિ શુક્લાએ ખંડણી, ખોટા પુરાવા ઊભા કરવા, ક્રિમિનલ ષડ્યંત્ર અને જાણીજોઈને અપમાન કરવા જેવી કલમો હેઠળ એક કેસ નોંધાવ્યો છે.

mumbai news mumbai ravi kishan bharatiya janata party gorakhpur uttar pradesh