લેડીઝ ટૉઇલેટ કે કૅફે? શું છે મામલો?

03 April, 2026 08:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરવાનગી વગર જ લેડીઝ મોટરેબલ ટૉઇલેટને ફૂડ-ટ્રકમાં ફેરવી દેવાયું

મહિલાંસાઠી સ્વચ્છતાગૃહ બસમાં ચાલતું કૅફે.

ફોર્ટમાં આઝાદ મેદાન નજીક ફૅશન સ્ટ્રીટ પર BMC દ્વારા સંચાલિત લેડીઝ મોટરેબલ ટૉઇલેટને ફૂડ-ટ્રકમાં ફેરવી દેવામાં આવ્યું છે. BMCએ પિન્ક ટૉઇલેટના નામે ટૉઇલેટ, ચેન્જિંગરૂમ, બ્રેસ્ટ-ફીડિંગરૂમ અને સૅનિટરી પૅડ્સ વેન્ડિંગ મશીન માટે આ સુવિધા શરૂ કરી હતી, પરંતુ મહિલાઓની સુવિધા માટે શરૂ કરાયેલું આ ટૉઇલેટ એક વર્ષથી કૅફે બની ગયું છે. કૅફે ચલાવનારનો દાવો છે કે તે સ્થાનિક કૉર્પોરેટર મકરંદ નાર્વેકરની ઑફિસમાં કામ કરે છે અને તેમણે જ ટૉઇલેટમાં કૅફે શરૂ કરવાની પરવાનગી આપી છે.

ગીતા મહેર નામની મહિલાએ મકરંદ નાર્વેકરના મોટા ભાઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતા રાહુલ નાર્વેકરના લેટરહેડ પર તેને આ જગ્યા વાપરવાની પરવાનગી આપી હોવાનો દાવો કર્યો હતો. જોકે રાહુલ નાર્વેકરે સ્પષ્ટતા કરી હતી કે ‘પત્રમાં આ મહિલા લેડીઝ ટૉઇલેટનું સંચાલન કરે છે અને એમાં તેને કોઈ મુશ્કેલી હોય તો BMCને મદદ કરવાની ભલામણ કરી છે. મારી ભલામણ હતી કે તેમને નિયમ મુજબ ફક્ત અરજદાર તરીકે જ ગણવામાં આવે. એનો અર્થ એ નથી કે તેમને કોઈ પણ માન્ય પરવાનગી આપવામાં આવી છે. મને ખબર નથી કે આ રીતે કોઈ કૅફે કેમ કાર્યરત છે અને કોણે મંજૂરી આપી છે? આ કેસ BMCએ ધ્યાન પર લેવો જોઈએ.’

- આશિષ રાજે/ સાર્થક મહેતા

mumbai news mumbai fort azad maidan brihanmumbai municipal corporation bhartiya janta party bjp bharatiya janata party