દહેજના વિવાદમાં વસઈમાં લગ્નમાં થઈ છુટ્ટા હાથની મારામારી, અનેક લોકો ઘાયલ

11 May, 2026 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે લગભગ ૧૫થી ૨૦ લોકોના જૂથે તેમના પર હુમલો કર્યો હતો

વર અને વધૂ પક્ષના લોકો વચ્ચે થયેલી મારામારી.

વસઈ-વેસ્ટમાં સ્વાતંત્ર્યવીર સાવરકર સ્પોર્ટ્‍સ કૉમ્પ્લેક્સમાં એક લગ્નસમારોહ દહેજના વિવાદ અને પરસ્પર આપ-લે બાદ હિંસક બન્યો હતો, જેને કારણે કન્યા અને વરરાજાના પરિવારો વચ્ચે મોટો ઝઘડો થયો હતો.

પ્રસંગમાં બન્ને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ શરૂ થઈ હતી. જોકે મૌખિક ઝઘડો ટૂંક સમયમાં મારામારીમાં ફેરવાઈ ગયો હતો. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે લગભગ ૧૫થી ૨૦ લોકોના જૂથે તેમના પર હુમલો કર્યો હતો. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓ સહિત અનેક આરોપીઓએ ફરિયાદી પક્ષ સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને મારામારી દરમ્યાન જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ઘણા લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ છે અને તેઓ હાલમાં સારવાર હેઠળ છે. ઝઘડાનું કારણ બનેલી ઘટનાઓનો ચોક્કસ ક્રમ માણિકપુર પોલીસ દ્વારા ચકાસવામાં આવી રહ્યો છે.

mumbai news mumbai vasai Crime News mumbai crime news mumbai police