20 April, 2026 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ અકસ્માતમાં ઘાયલ થયેલા કારના પૅસેન્જરોની તબિયત હવે સુધારા પર હોવાથી તેમણે સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા લઈ લીધી છે
દહિસર બ્રિજ પર શનિવારે રાતે ભરૂચની નંબરપ્લેટ ધરાવતી કારના ડ્રાઇવરે આગળ જઈ રહેલી કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આગળની કારમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓ એમાં ઘાયલ થયા હતા. એમાં એક સિનિયર સિટિઝનનો પણ સમાવેશ થાય છે.
એવું કહેવાય છે કે ગુજરાતની કારનો ડ્રાઇવર એ વખતે મોબાઇલ પર વાત કરી રહ્યો હતો. એ વખતે તેણે કાર પરથી કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને આગળ જઈ રહેલી કારને ટક્કર મારી હતી. દહિસર પોલીસે આ સંદર્ભે ડ્રાઇવર સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી. કેસના ઇન્વેસ્ટિગેશન ઑફિસરે કહ્યું હતું કે ‘અમે આ સંદર્ભે આરોપી કાર-ડ્રાઇવરને નોટિસ આપી છે અને ચાર્જશીટ દાખલ કરીશું ત્યારે તેણે કોર્ટમાં હાજર રહેવું પડશે. બીજું, આ અકસ્માતમાં ઘાયલ થયેલા કારના પૅસેન્જરોની તબિયત હવે સુધારા પર હોવાથી તેમણે સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા લઈ લીધી છે.’