અંબરનાથમાં સ્કૂટી ડ્રાઇવર સાથે રોડ ક્રૉસ કરવા જેવી બાબતે થયેલા વિવાદમાં કૉલેજિયનને સ્કૂટી દોડાવીને ઉડાડ્યો

13 April, 2026 08:17 AM IST  |  Ambernath | Gujarati Mid-day Correspondent

અંબરનાથમાં રસ્તો ક્રૉસ કરવા જેવી બાબતે થયેલા મામૂલી ઝઘડાએ વરવું સ્વરૂપ લીધું હતું.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અંબરનાથમાં રસ્તો ક્રૉસ કરવા જેવી બાબતે થયેલા મામૂલી ઝઘડાએ વરવું સ્વરૂપ લીધું હતું. ૨૧ વર્ષના કૉલેજિયન પ્રચિત દુબેનો સ્કૂટીસવાર બે યુવકો સાથે રસ્તો ક્રૉસ કરવા જેવી બાબતે ઝઘડો થયો હતો. તેણે એ લોકોને સ્કૂટીની સામે આવીને રોકવાની કોશિશ કરી હતી, પણ એ વખતે સ્કૂટી ચલાવનારે એને ન ગણકારી સ્કૂટી આગળ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એમ છતાં પ્રચિતે મચક ન આપતાં સ્કૂટીસવારે સ્કૂટી સ્પીડમાં દોડાવીને પ્રચિતને ઉડાડી દીધો હતો જેમાં તે રસ્તા પર ફંગોળાયો હતો અને તેને ગંભીર ઈજા થઈ હતી. આ સંદર્ભે અંબરનાથના શિવાજીનગર પોલીસ-સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો. પોલીસે સ્કૂટીસવારને પકડવાના પ્રયાસ હાથ ધર્યા છે.

mumbai news mumbai ambernath road accident