22 July, 2026 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BMCની કૅન્ટીનમાં ખાતા હોવાથી આ બાબત ગંભીર જણાઈ આવી હતી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના હેડક્વૉર્ટરની કૅન્ટીનમાં માખીઓ જોવા મળી હતી. આ ઉપરાંત કાંદાભજીમાં પ્લાસ્ટિકનો વાયર મળી આવ્યો હતો. બ્રેડ પણ ખુલ્લામાં રાખ્યા હોવાથી એના પર માખીઓ બણબણતી જોવા મળી હતી. BMCનો સ્ટાફ, નજીકમાં આવેલા આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનનો સ્ટાફ, રોજેરોજ આવતા હજારો મુલાકાતીઓમાંથી અનેક લોકો BMCની કૅન્ટીનમાં ખાતા હોવાથી આ બાબત ગંભીર જણાઈ આવી હતી. કોઈ કાર્યવાહી થાય એ પહેલાં કૅન્ટીન ચલાવનારે આ બાબતે કહ્યું હતું કે ફરી આવું ન બને એ માટે તે કાળજી લેશે.
૧૬થી ૨૦ જુલાઈ દરમ્યાન FDAએ રાજ્યમાં કરેલી કાર્યવાહી
૧૭૩૧ લીટર દૂધ અને ૮૯૬ કિલો દૂધનાં ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યાં.
પ્રતિબંધિત પાનમસાલા, ગુટકાના વેચાણ, ડિસ્ટ્રિબ્યુશન અને ટ્રાન્સપોર્ટેશન સંદર્ભે ૩૭ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને ૪૯ જણની ધરપકડ કરી તથા ૧,૮૦,૩૨,૮૯૩ રૂપિયાનો માલ જપ્ત કર્યો.
અન્ય ખાદ્ય પદાર્થોનો ૫,૫૬,૨૪૯ રૂપિયાનો ૨૭૯૬.૫ કિલો માલ જપ્ત કર્યો.
૧૦૩ હોટેલ, રેસ્ટોરાં, ઢાબાની ચકાસણી કરીને ૩૪ને નોટિસ આપવામાં આવી અને ૧૬નાં ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં.
આ સમય દરમ્યાન કુલ ૫૩ રેઇડ પાડવામાં આવી.