19 October, 2026 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલીવુડનો ઍક્ટર આમિર ખાન તેની ત્રીજી પત્ની ગૌરી સ્પ્રૅટ સાથે રવિવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેને જઈને મળ્યો હતો
બૉલીવુડનો ઍક્ટર આમિર ખાન તેની ત્રીજી પત્ની ગૌરી સ્પ્રૅટ સાથે રવિવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેને જઈને મળ્યો હતો. આ મુલાકાત તેણે તેના ભાણિયા ઇમરાન ખાનને અમેરિકન નાગરિક હોવા છતાં રાજકીય વિરોધમાં ભાગ લેવા બદલ કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાર બાદ લીધી છે. જોકે MNSના એક કાર્યકર્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મુલાકાતનો ઇમરાન ખાન સાથે કોઈ સંબંધ નથી. તેણે ઉમેર્યું હતું કે આમિર ખાન અને રાજ ઠાકરે ગાઢ સંબંધો શૅર કરવા અને વારંવાર મળવા માટે જાણીતા છે. આમિર ખાન રાજ ઠાકરેને દાદરમાં શિવાજી પાર્ક નજીક તેમના નિવાસસ્થાન શિવતીર્થ પર જઈને મળ્યો હતો.
અમેરિકાના નાગરિક ઇમરાન ખાને મુંબઈ પોલીસ દ્વારા મુખ્ય ચૂંટણી-અધિકારીના રાજીનામા માટે ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનમાં ૧૦ ઑગસ્ટે ભાગ લીધો હતો ત્યારે તેની અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને ૨૮ ઑક્ટોબર સુધીમાં ભારત છોડવા માટે ઇશ્યુ કરાયેલી નોટિસને પડકારતી અરજી તેણે શનિવારે બૉમ્બે હાઈ કોર્ટમાં કરી હતી. તેને ફૉરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (FRRO) તરફથી શો-કૉઝ નોટિસ મળી છે જેમાં પૂછવામાં આવ્યું છે કે તેનો ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCI)નો દરજ્જો કેમ રદ ન કરવો જોઈએ.