27 March, 2025 06:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે વિધાનસભામાં શાયરના અંદાજમાં જોવા મળ્યા હતા. વિરોધીઓ પર હંમેશા ડૉક્યુમેન્ટ્સ અને પુરાવાના આધારે હુમલો કરતા ચીફ મિનિસ્ટરે શાયરી કહીને વિરોધીઓને સાનમાં સમજાવાની કોશિશ કરી હતી.
તેમણે હિન્દીમાં કહ્યું હતું કે ‘આપ ઇતના ભી ગરજ-ગરજ કર ન બરસો કિ મૈં આંધી-તૂફાન યા સૈલાબ બન જાઉં. ખૈર મુઝમેં તો અભી સાખ બાકી હૈ, આપ ટટોલના ખુદ કો ઔર અપની ફિતરત કો; સચ બોલો, આપ મેં વો પહલેવાલી બાત કહાં બાકી હૈ?’
એવું કહેવાય છે કે તેમણે આ શાયરી દ્વારા કૉન્ગ્રેસ, શરદ પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ અને ખાસ કરીને ઉદ્ધવસેનાને મેસેજ આપ્યો હતો. એટલું જ નહીં, ગઈ કાલે તેમણે વિધાનસભામાં વિરોધી પક્ષોને કહ્યું હતું કે ‘જો તમને જોઈતું હોય તો હું પાર્ટીના ભેદને ભૂલી જઈને વિરોધી પક્ષે કઈ રીતે વર્તવું જોઈએ એની ટ્રેઇનિંગ આપવા તૈયાર છું, કારણ કે એક સક્ષમ વિરોધી પક્ષ લોકશાહી માટે જરૂરી છે.’