27 October, 2021 08:22 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
કામ્યા પંજાબી
ટેલિવિઝન અભિનેત્રી કામ્યા પંજાબી (Kamya Punjabi)હવે રાજકારણમાં પણ જોડાઈ ગઈ છે. અભિનેત્રી કામ્યા પંજાબી બુધવારે કોંગ્રેસ (Congress) પાર્ટીમાં જોડાઈ ગઈ છે. કામ્યા પંજાબી મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી. કામ્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણી વખત સોશિયલ મીડિયા પર સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય પણ આપતી રહી છે.
કામ્યા પંજાબી વિશે પહેલાથી જ અટકળો ચાલી રહી હતી કે તે ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. મળતી માહિતી મુજબ કામ્યા હંમેશા રાજનીતિમાં આવવા માંગતી હતી, પરંતુ તેના કામ અને વ્યસ્ત શિડ્યુલને કારણે તે આમ કરી શકી ન હતી. જો કે, હવે જ્યારે તેનો શો `શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી` સમાપ્ત થઈ ગયો છે, ત્યારે તેણે આખરે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે.
નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી કામ્યા પંજાબીની વાત કરીએ તો તે ઘણા સફળ ટીવી શોનો ભાગ રહી ચુકી છે. તે બિગ બોસ સીઝન-7માં પણ જોવા મળી ચુકી છે. બિગ બોસ સીઝન-7માં કામ્યાના અભિનયની દર્શકોએ ખૂબ પ્રશંસા કરી હતી. તાજેતરમાં જ કરવા ચોથના અવસર પર કામ્યા પંજાબીએ તેના પતિ સાથે કરાવવા ચોથની ઉજવણીનો વીડિયો શેર કર્યો હતો. આ દરમિયાન તેણે ગુલાબી રંગનો લહેંગો પહેર્યો હતો, સાથે જ તેણે તેના ઘણા ફોટા પણ શેર કર્યા હતા.