પ્રવાસીઓએ લોકલમાં જલેબી-ફાફડા ખાઈને ઍડ્વાન્સમાં ઊજવી દશેરા

15 October, 2021 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે દશેરાના દિવસે મોટા ભાગના લોકોને રજા હોવાથી ગઈ કાલે જ ટ્રેનમાં દશેરાનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું

તસવીર : લલિત ગાલા

ગઈ કાલે સવારે ૭.૨૯ વાગ્યે ડોમ્બિવલીથી  સીએસએમટી જતી  સ્લો લોકલના જનરલ ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં પૅસેન્જરોએ અંબામાની આરતી કરીને  દશેરાની ઉજવણી કરી હતી. છેલ્લાં ૧૪ વર્ષથી આ રીતે માતાજીની આરતી ઉતારીને દશેરાનું સેલિબ્રેશન કરવામાં આવે છે, પરંતુ ગયા વર્ષે લૉકડાઉન હોવાથી ઉજવણીની આ પરંપરા એક વર્ષ માટે અટકી ગઈ હતી. જોકે આ વર્ષે સંપૂર્ણ ડબ્બામાં ડેકોરેશન કરવામાં આવ્યું હતું અને અંબામાની આરતી કર્યા બાદ સંપૂર્ણ ડબ્બાના પૅસેન્જરોને જલેબી, ફાફડા, કચોરી, વેફર્સ અને કચ્છી પેંડાનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આજે દશેરાના દિવસે  મોટા ભાગના લોકોને રજા હોવાથી ગઈ કાલે જ ટ્રેનમાં દશેરાનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને માતાજીને મુંબઈની લાઇફલાઇન કોઈ પણ વિઘ્ન વગર લોકો માટે દોડતી રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.

mumbai mumbai news mumbai local train dussehra navratri