23 August, 2025 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુક્રવારે સવારે ૯.૨૫ વાગ્યાની હતી ફ્લાઇટ
શુક્રવારે સવારે ૯.૨૫ વાગ્યે ફ્લાઇટ AI-645 રનવે પર ચડીને ફુલ સ્પીડ પકડ્યા બાદ પાઇલટને કૉકપિટમાં ફૉલ્ટ ઇન્ડિકેશન એટલે કે કોઈ ટેક્નિકલ ખામી સર્જાવાનો સંકેત મળતાં પાઇલટે ટેક-ઑફ અબોર્ટ કર્યું હતું. મુસાફરો અને ક્રૂની સલામતીને ધ્યાનમાં રાખીને પાઇલટે તાત્કાલિક લીધેલા નિર્ણયને ઍર ઇન્ડિયાએ માન્ય રાખ્યો હતો અને ટેક્નિકલ ખામી વિશે જરૂરી ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. મુસાફરોને સલામત રીતે ફ્લાઇટમાંથી ઉતારીને બીજી ફ્લાઇટમાં તેમના પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ઍર ઇન્ડિયાએ એના નિવેદનમાં જણાવ્યું હતું.