Air India News: ફ્લાઇટના વૉશરૂમમાં.... મુંબઈથી ન્યુયોર્ક જતી ફ્લાઇટ અધવચ્ચેથી પાછી લવાઈ

11 March, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Air India News: વિમાનના વૉશરૂમમાં વિસ્ફોટક હોવાની ધમકી મળી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ફ્લાઇટને ફરીથી મુંબઈ લઈ આવવામાં આવી હતી

ઍર ઈન્ડિયા (ફાઈલ તસવીર)

ઍર ઈન્ડિયા (Air India News)ને લઈને મહત્વના અપડેટ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈથી ન્યૂયોર્ક જનારી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ (AI119)ને હવામાંથી જ ફરી મુંબઈ આવવાની ફરજ પડી હતી. 

વોશરૂમમાં બોમ્બ હોવાની ધમકી 

આ પાછળના કારણની વાત કરીએ તો આ વિમાન (Air India News)ના વૉશરૂમમાં વિસ્ફોટક હોવાની ધમકી મળી હતી. આ જ કારણોસર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ફ્લાઇટને ફરીથી મુંબઈ લઈ આવવામાં આવી હતી. ફ્લાઇટ સ્ટાન્ડર્ડ સિક્યુરિટી પ્રોટોકોલનું પાલન કરતાં સવારે 10.25 વાગ્યે મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર સુરક્ષિત રીતે ફરી પાછું તેનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. 

ત્રીસ હજારની ઊંચાઈએથી વિમાનને ફરી વળવામાં આવ્યું 

જ્યારે તેને ડાયવર્ટ કરવાનો વિચાર કરવામાં આવ્યો ત્યારે આ વિમાન 30,000 ફૂટની ઉંચાઈએ અઝરબૈજાન ઉપર હવામાં જ હતું. તે સમયે જ આ વિમાનને ફરીથી મુંબઈ ઍરપોર્ટ તરફ ડાયવર્ટ કરવા માટે રસ્તો બદલવામાં આવ્યો હતો. આ વિમાનમાં કુલ 303 મુસાફરો અને 19 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ વિમાન સવારે 10.25 વાગ્યે મુંબઈમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું હોવાની માહિતી મળી રહી છે.

મુંબઈ ઍરપોર્ટ પર ફ્લાઇટનું લેન્ડિંગ (Air India News) કરાવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ વિમાનની તપાસ કરી હતી. ધમકી મળી હતી તે અનુસાર આ ફ્લાઇટમાં કોઈ બોમ્બ છે કે કેમ એ તપાસવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઍર ઇન્ડિયાએ તપાસમાં કોઈ ચૂક ન રહી જાય એની ખાતરી રાખી હતી.

સુરક્ષાની પુષ્ટિ કરતાં મુંબઈ પોલીસના ઝોન 8ના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "શૌચાલયમાં બોમ્બ હોવાની જે ધમકી મળી હતી તે મળતી સામાન્ય ધમકી જેવી જ હતી. જેની નોંધ લેતાં પ્રમાણભૂત પ્રક્રિયા અનુસાર આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે."

પ્રાપ્ત માહિતી અનુસાર ઍર ઇન્ડિયાની ફ્લાઇટ (Air India News) ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ તરફ જઈ રહી હતી, તેને અઝરબૈજાન ઉપર મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. હવે આ ફ્લાઇટ મંગળવાર 11 માર્ચના રોજ સવારે 5 વાગ્યે ઉપડશે. એવું નક્કી કરવામાં આવ્યું છે. ત્યાં સુધી ઍરલાઇને જણાવ્યું હતું કે તમામ મુસાફરોને હોટલમાં રહેવાની વ્યવસ્થા, ભોજન અને અન્ય જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે. ઍરલાઇન જણાવે છે કે અમારા કર્મચારીઓ અને સાથીઓ આ થયેલા વિક્ષેપથી મુસાફરોને થતી અસુવિધા ઓછી થાય તે માટેના પ્રયાસ કરી રહ્યા છે.

ઍરઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આજે મુંબઈ-ન્યૂયોર્ક (જેએફકે)નું સંચાલન કરતી AI119 પર ફ્લાઇટ (Air India News)ની વચ્ચે સંભવિત જોખમ જોવા મળ્યું હતું. જરૂરી પ્રોટોકોલનું પાલન કર્યા બાદ વિમાનમાં સવાર તમામ લોકોની સલામતીના હિતમાં વિમાન મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું"

mumbai news mumbai air india new york city new york bomb threat