રેવન્યુ ઑફિસરે એ ફૉલ્ટી રજિસ્ટ્રેશન કરવાની ના પાડી દેવી જોઈતી હતી : અજિત પવાર

15 December, 2025 08:06 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

આ બાબતે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે જો પાર્થ પવાર કોઈ પ્રપોઝલ લઈને જાય તો રેવન્યુ ડિપાર્ટમેન્ટનો કોઈ ઑફિસર તેને પાછો મોકલાવવાની હિંમત કરે ખરો?

અજિત પવાર

રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે શનિવારે મુંઢવાની જમીનના પ્રકરણમાં કહ્યું હતું કે ‘એ સંદર્ભે ઑફિસરે એ જગ્યાનાં ઍગ્રીમેન્ટ, દસ્તાવેજ જોઈને એ જગ્યા કાયદાકીય રીતે ટ્રાન્સફર કરવી શક્ય નથી એમ જણાવીને એ રજિસ્ટ્રેશન કરવાની જ ના પાડી દેવી જોઈતી હતી.’

ડેપ્યુટી રજિસ્ટ્રારે પાર્થ પવારની કંપનીને પુણેની આ વિવાદિત જગ્યાની ડીલ માટે ૨૧ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી અને પેનલ્ટી ભરવાની નોટિસ મોકલ્યા બાદ અજિત પવારે ઉપરોક્ત પ્રતિક્રિયા આપી હતી.

આ બાબતે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે જો પાર્થ પવાર કોઈ પ્રપોઝલ લઈને જાય તો રેવન્યુ ડિપાર્ટમેન્ટનો કોઈ ઑફિસર તેને પાછો મોકલાવવાની હિંમત કરે ખરો?

હાલમાં બૉમ્બે હાઈ કોર્ટે પણ આ બાબતે પોલીસને સવાલ કર્યા હતા કે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં પાર્થ પવારના નામનો સમાવેશ કેમ નથી કરાયો? એવું લાગી રહ્યું છે કે ઑથોરિટી તેને છાવરવાનો પ્રયાસ કરી રહી છે. 

mumbai news mumbai ajit pawar political news maharashtra news pune news pune