લોકલ ટ્રેનમાં ૩૨ સેન્ટિમીટરનું ચાકુ લઈને ફરતા પ્રવાસીને પકડ્યો મુસાફરોએ

27 July, 2026 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલ્યાણ જતી ટ્રેનમાં સજાગ સહપ્રવાસીએ પોલીસને જાણ કરતાં પકડાયો આરોપી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લોકલ ટ્રેનમાં ચાકુથી હુમલો કરીને હત્યા કરવાનો બનાવ બની ચૂક્યો છે અને ત્યાર પછી હિંસા તથા મારામારીની ઘટનાઓ સામે આવી છે ત્યારે કલ્યાણ જતી લોકલ ટ્રેનમાં એક પ્રવાસી ચાકુ લઈને નીકળ્યો હતો. જોકે અન્ય મુસાફરોએ સતર્કતા બતાવીને આ મુસાફરને પોલીસના હવાલે કર્યો હોવાની ઘટના સામે આવી છે.

શુક્રવારે બપોરે એકથી દોઢ વાગ્યાની વચ્ચે સહપ્રવાસીઓએ ૩૨ સેન્ટિમીટરનું ચાકુ લઈને ફરતા પ્રવાસીને જોયો હતો. તેમણે ત્યાર પછી મુંબ્રા સ્ટેશન પર ઑન-ડ્યુટી પોલીસ-અધિકારીને એની જાણ કરી હતી એટલે પોલીસે શુભમ ભાલેરાવ નામના પચીસ વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસને ૩૨ સેન્ટિમીટરનું સ્ટીલનું ચાકુ અને ૧૯ સેન્ટિમીટરની બ્લેડ પ્લાસ્ટિકની એક બૅગમાંથી મળી આવ્યાં હતાં.

પોલીસે તેની વિરુદ્ધ આર્મ્સ ઍક્ટના કાયદા અંતર્ગત આવતી જોગવાઈઓ હેઠળ તથા મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી આરંભી હતી.

mumbai local train kalyan mumbra mumbai mumbai news Crime News mumbai crime news mumbai police