06 April, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અંબરનાથના નેવાલી ગામમાં ટીનેજરની આત્મહત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. નવમા ધોરણની પરીક્ષા આપીને અત્યારે દસમા ધોરણના ક્લાસ કરતા અમન સાહુને મોબાઇલ પર ગેમ રમવાની લત લાગી ગઈ હતી. તે હવે દસમા ધોરણમાં આવવાનો હોવાથી તેનાં મમ્મી-પપ્પા તેને મોબાઇલ છોડીને ભણવા પર ધ્યાન આપવા કહેતાં હતાં. જોકે અમન તેમની વાત પર ધ્યાન આપતો નહોતો. એથી પપ્પાએ તેનો મોબાઇલ લઈ લીધો હતો. મોબાઇલ લઈ લેવાને લીધે અમન અપસેટ થઈ ગયો હતો. તેણે એ પછી ઘરમાં કોઈ નહોતું ત્યારે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું.