22 February, 2025 07:22 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં રેખા ગુપ્તાના શપથવિધિ સમારોહમાં એકનાથ શિંદે સાથે વાત કરતા નરેન્દ્ર મોદી.
ગઈ કાલે દિલ્હીના રામલીલા મેદાનમાં નવાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાની શપથવિધિમાં ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ના સહયોગીઓને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. NDAના જે પણ મહત્ત્વના ઘટકો છે એના નેતાઓને પહેલી રૉમાં બેસાડવામાં આવ્યા હતા એટલું જ નહીં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર આવ્યા ત્યારે તેમણે BJPના એક પણ નેતા સાથે વાત નહોતી કરી પણ સાથી પક્ષોના નેતાઓ સાથે ઊભા રહીને વાતચીત કરી હતી. એમાં સૌથી વધારે સમય તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આપ્યો હતો. છેલ્લા થોડા સમયથી રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમની વચ્ચે કોલ્ડ વૉર ચાલી રહી હોવાથી નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદેને આપેલો સમય ઘણું કહી જાય છે.