ભાઈની સાથે મળીને ચૂંટણી લડવી હોય તો પોતાના હિસ્સામાંથી MNSને સીટો આપજો

01 December, 2025 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ ઠાકરેને MVAમાં લઈ આવવાની ચર્ચા વચ્ચે કૉન્ગ્રેસે ઉદ્ધવ ઠાકરેને સંદેશ મોકલ્યો

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની તસવીરોનો કૉલાજ (સૌજન્ય મિડ-ડે)

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ઉત્તર ભારતીયોના સ્ટૅન્ડને લઈને એને મહા વિકાસ આઘાડી (MVA)માં લેવા કૉન્ગ્રેસ તૈયાર ન હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં જોરશોરમાં ચાલી રહી છે. કૉન્ગ્રેસનાં મુંબઈ-પ્રમુખ વર્ષા ગાયકવાડે તો BMCની ચૂંટણી કૉન્ગ્રેસ એકલા હાથે લડશે એવી જાહેરાત પણ કરી દીધી છે.

જોકે મહા વિકાસ આઘાડીના ત્રીજા સાથી પક્ષ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદ પવાર)એ આ બાબતે હજી મગનું નામ મરી નથી પાડ્યું. આ દરમ્યાન કૉન્ગ્રેસના એક નેતાએ એવી વાત વહેતી મૂકી છે કે જો શિવસેના (UBT) MNSને સાથે લઈને ચૂંટણી લડવા માગતી હોય તો MVAની સીટ-શૅરિંગમાં જેટલી બેઠકો શિવસેના (UBT)ના ફાળામાં આવે એમાંથી ઉદ્ધવ ઠાકરે MNS સાથે બેઠકો શૅર કરી શકે છે. છેલ્લે નિર્ણય તો ઉદ્ધવ અને રાજે જ લેવાનો છે કે એ રીતે તેમણે ચૂંટણી લડવી છે કે નહીં.

mumbai news mumbai maharashtra navnirman sena maha vikas aghadi maharashtra political crisis political news uddhav thackeray