28 August, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલબાગના રાજાનાં દર્શન કરવા માટે ખાસ મુંબઈ આવશે. ૨૯ અને ૩૦ ઑગસ્ટે અમિત શાહ મુંબઈની મુલાકાતે આવશે અને લાલબાગ ઉપરાંત મુંબઈનાં મુખ્ય ગણપતિ મંડળોમાં પણ દર્શન માટે જશે. ગણેશોત્સવ દરમ્યાન દર વર્ષે અમિત શાહ મુંબઈની ખાસ મુલાકાત લેતા હોય છે. આ વર્ષે પણ તેમના સ્વાગત માટે ગણેશ મંડળો તરફથી ખાસ તૈયારી કરવામાં આવી છે. અમિત શાહની આ સાંસ્કૃતિક મુલાકાત સાથે રાજકીય મુલાકાત પણ ગોઠવાઈ શકે છે એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.