06 November, 2025 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ અંબાણી
અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની આસપાસ નિયમનકારી સંસ્થાઓની જાળ વધુ કડક બની છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED), સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) દ્વારા ચાલી રહેલી તપાસ પછી બાદ હવે મિનિસ્ટ્રી ઑફ કૉર્પોરેટ અફેર્સ (MCA)એ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ કમ્યુનિકેશન્સ, રિલાયન્સ કમર્શિયલ ફાઇનૅન્સ અને CLE પ્રાઇવેટ લિમિટેડ સહિત અનેક ગ્રુપ-કંપનીઓમાં ભંડોળના કથિત ડાઇવર્ઝનની નવી તપાસ શરૂ કરી છે.
આ કેસ હવે સિરિયસ ફ્રૉડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ (SFIO)ને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. SFIO ગ્રુપ-કંપનીઓમાં નાણાંના પ્રવાહની તપાસ કરશે અને વરિષ્ઠ મૅનેજમેન્ટ સ્તરે જવાબદારી નક્કી કરશે એવી અપેક્ષા છે. તપાસના પરિણામના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે EDએ દેવાગ્રસ્ત જૂથ સામે અમલીકરણ વધુ કડક બનાવ્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં એજન્સીએ રિલાયન્સ ગ્રુપ કંપનીઓની લગભગ ૭૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.