15 November, 2025 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
રખડતા શ્વાનને જાહેર સ્થળોએથી હટાવીને શેલ્ટર હોમમાં ખસેડવાના સુપ્રીમ કોર્ટના આદેશના વિરોધમાં મુંબઈ સહિત અનેક શહેરોના પશુપ્રેમીઓએ વિરોધ-પ્રદર્શન કરવાની ચીમકી આપી છે.
પશુપ્રેમીઓનું કહેવું છે કે ખસીકરણ કરાયા બાદ શ્વાનોને તેમની ટેરિટરીમાંથી ખસેડવા ન જોઈએ. રસી અપાય અને ખસીકરણ થાય એ પછી શ્વાન જે ટેરિટરીમાં રહેતા હોય ત્યાંથી એમને દૂર કરવા એ ક્રૂરતા હોવાનું પશુપ્રેમીઓનું માનવું છે એથી શ્વાનને શેલ્ટર હોમમાં ખસેડવાના આદેશના વિરોધમાં ૧૬ નવેમ્બરે સાંજે ૪ વાગ્યે દાદરના શિવાજી પાર્કમાં વિવિધ સંસ્થાઓ દ્વારા વિરોધ-પ્રદર્શન કરવામાં આવશે. રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે દાદરના ચિત્રા થિયેટર નજીક પણ પ્રદર્શન કરવામાં આવશે. એની સાથોસાથ મહારાષ્ટ્રનાં અન્ય શહેરોમાં પણ એ જ દિવસે પશુપ્રેમી સંસ્થાઓ વિરોધ-પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે.