Mumbai: આરે કોલોનીમાં  વધુ એક માદા દીપડો પાંજરે પુરાયો 

23 October, 2021 11:40 AM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આરે મિલ્ક કોલોનીના યુનિટ 3 ખાતે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં ત્રણ વર્ષથી વધુની માદા દીપડો ફસાયો હતો.

દીપડો પાંજરે પુરાયો

મુંબઈની આરે કોલોનીમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો આતંક છે. ગુરુવારે મોડી રાત્રે આરે મિલ્ક કોલોનીના યુનિટ 3 ખાતે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં ત્રણ વર્ષથી વધુની માદા દીપડો ફસાયો હતો. આરે કોલોનીમાં દીપડાએ કેટલાય લોકો પર હુમલો કર્યો હોવાની ઘટના બની હતી, જેને કારણે વન વિભાગે તે વિસ્તારમાં દીપડાને ફસાવવા પાંજરા ગોઠવવામાં આવ્યાં હતાં. 

આરે યુનિટ 3 ના રહેવાસીએ કહ્યું, `ગુરુવારની મોડી રાતથી આ વિસ્તારમાં કૂતરાઓ ખૂબ ભસતા હતા અને ત્યારે જ મને લાગ્યું કે આ વિસ્તારમાં કોઈ દીપડાની હિલચાલ હોઈ શકે છે. શુક્રવારે સવારે જ્યારે વન વિભાગના અધિકારીઓ અને સ્વયંસેવકોની ટીમે દીપડાને પાંજરે પુર્યો હતો. 

આ માદા દીપડાને તાત્કાલિક સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં લઈ જવામાં આવ્યું હતું, જ્યાં તેની રોઝેટ પેટર્ન માદા ચિત્તો C32 સાથે મેચ કરવામાં આવશે, જે લોકો પર હુમલો કરે છે તેવી શંકા છે. તે પછી વરિષ્ઠ અધિકારીઓ તેને બહાર પાડવાનો નિર્ણય લેશે.

mumbai mumbai news aarey colony