23 November, 2026 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિશોર શાહ
અંબરનાથમાં રહેતા અને ઘરમાં જ રહી ટેલરિંગનું નાનું-મોટું કામ કરતા ૬૮ વર્ષના કિશોર શાહને થાપાનું ઑપરેશન કરાવવાનું છે એ માટે ડૉક્ટરોએ સાડાસાત લાખ રૂપિયાનો ખર્ચ થશે એવું એસ્ટિમેટ આપ્યું છે. એથી તેમણે આર્થિક મદદ માટે જાહેર અપીલ કરી છે.
કિશોર શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ૨૦૧૫માં તેઓ ઘરમાં જ પાણી ઢોળાયું હતું એના પર ચાલતાં લપસીને પડી ગયા હતા જેના કારણે તેમના થાપાનાં હાડકાંને નુકસાન થયું હતું. એ પછી તેમણે સારવાર કરાવી હતી અને ૨૦૨૦ સુધીમાં ૭ ઑપરેશન કરવાં પડ્યાં હતાં. એ અકસ્માત પહેલાં તેઓ એક એન્જિનિયરિંગ ફર્મમાં અકાઉન્ટનું કામકાજ કરતા હતા. અકસ્માત બાદ તેમની એ નોકરી પણ છૂટી ગઈ હતી. હવે ફરી તેમનું ઑપરેશન કરવાનું છે. હાલમાં તેઓ પત્ની સાથે ઘરમાં જ ટેલરિંગનું નાનું-મોટું કામ કરીને ગુજરાન ચલાવે છે. મધ્યમવર્ગીય કિશોર શાહ તેમના ઑપરેશનના ખર્ચને પહોંચી વળી શકે એમ નથી એથી તેમણે આર્થિક મદદ મેળવવા અપીલ કરી છે.
જો ‘મિડ-ડે’ના કોઈ વાચક તેમને આર્થિક મદદ કરવા ઇચ્છતા હોય તો જ્યુપિટર લાઇફલાઇન હૉસ્પિટલમાં મદદની રકમ જમા કરાવી શકે છે. જોકે મદદ આપતી વખતે તેમનો પેશન્ટ-નંબર (MR-1745841) ચોક્કસ રેફરન્સ કૉલમમાં તેમના નામ સાથે લખવો જેથી મદદની એ રકમ તેમના માટે જ વાપરી શકાય. મદદ કર્યા બાદ એની વિગતો તેમના મોબાઇલ-નંબર 84219 05734 પર મોકલવી જેથી કેટલી મદદ મળી અને કેટલી બાકી છે એનો તેમને અંદાજ આવી શકે.
બૅન્ક-ડીટેલ્સ
Beneficiary Name: JUPITER LIFELINE HOSPITALS LTD COLLECTN
Account No.: JHTH44
IFSC CODE: HDFC0000240
Name of Unit: Thane
Bank Name: HDFC BANK LTD.
Bank Branch Address: SANDOZ HOUSE, WORLI, MUMBAI
Patient Number: Kishor Shah (MR-1745841)