થાણેમાં ૫૦૦ ફુટ સુધીના ઘર પરનો પ્રૉપર્ટી-ટૅક્સ માફ કરવાનો ઠરાવ મંજૂર

20 November, 2021 01:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે આ ઠરાવ મહારાષ્ટ્ર સરકારની મંજૂરી માટે આગળ વધારવામાં આવશે. રાજ્ય સરકારની મંજૂરી બાદ આ નિર્ણયને અમલમાં મૂકવામાં આવશે. 

પ્રતીકાત્મક તસવીર

આગામી વર્ષે આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને થાણે મહાનગરપાલિકાએ તેના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારમાં ૫૦૦ ચોરસ ફુટ કરતાં ઓછો એરિયા ધરાવતાં ઘરોનો પ્રૉપર્ટી-ટૅક્સ માફ કરવાનો ઠરાવ પસાર કર્યો છે. 
મેયર નરેશ મ્હસ્કેના અધ્યક્ષ પદે સુધરાઈની ગુરુવારે યોજાયેલી જનરલ મીટિંગમાં આ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો, જેમાં સભ્યો રૂબરૂમાં હાજર રહ્યા હતા. હવે આ ઠરાવ મહારાષ્ટ્ર સરકારની મંજૂરી માટે આગળ વધારવામાં આવશે. રાજ્ય સરકારની મંજૂરી બાદ આ નિર્ણયને અમલમાં મૂકવામાં આવશે. 
મેયરે આ પગલાને ઐતિહાસિક ગણાવ્યું હતું જ્યારે કે બીજેપી નેતા મનોહર ધુમ્બ્રેએ થોડા મહિનાઓ બાદ આવી રહેલી ચૂંટણીને લક્ષમાં લઈને લેવાયેલા ચૂંટણીના નાટક તરીકે લેખાવ્યું હતું. શિવસેનાએ આ અગાઉની ચૂટણીમાં સત્તા પર આવશે તો ૫૦૦ ચોરસ ફુટ કરતાં નાના ઘર પરનો મિલકત વેરો દૂર કરવાનું વચન એના ચૂંટણી ઢંઢેરામાં આપ્યું હતું. 

Mumbai mumbai news thane