Aryan Khan Case: મુખ્ય સાક્ષી કિરણ ગોસાવીની NCBએ છેતરપિંડી મામલે પુનાથી કરી ધરપકડ

28 October, 2021 11:38 AM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ગોસાવી સામે છેતરપિંડીના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

કિરણ ગોસાવી

આર્યન ખાન (Aryan khan)કેસના મુખ્ય સાક્ષી કિરણ ગોસાવી (Kiran gosavi)ની મહારાષ્ટ્રના પુનાથી ધરપકડ કરવામાં આવી છે. ગોસાવી સામે છેતરપિંડીના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. પુના પોલીસના જણાવ્યા અનુસાર ગોસાવીની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. કિરણ ગોસાવીની 2018ના છેતરપિંડીના કેસમાં અટકાયત કરવામાં આવી છે જેમાં તે ફરાર હતો. 

2019માં કિરણ ગોસાવી પુના સિટી પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્યારથી તે ગુમ હતો અને ક્રુઝ રેઇડ દરમિયાન તે માત્ર NCB સાક્ષી તરીકે જોવા મળ્યો હતો. 14 ઓક્ટોબરે પોલીસે તેની વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો.

વર્ષ 2018માં 3 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ
પોલીસના જણાવ્યા અનુસાર, 2018માં કિરણ ગોસાવી અને શેરબાનો કુરેશીએ પુણેના ચિન્મય દેશમુખ નામના યુવકને મલેશિયામાં નોકરી અપાવવાનું આશ્વાસન આપ્યું હતું, જેના બદલામાં તેમની પાસેથી ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પરંતુ ચિન્મયને નોકરી ન મળી અને હવે આ જ આરોપમાં કિરણ ગોસાવીની ધરપકડ કરવામાં આવી છે.

કસ્ટડીમાં લેતા પહેલા મુખ્ય સાક્ષી ગોસાવીએ કહ્યું કે પ્રભાકર સેલ ખોટું બોલી રહ્યો છે. હું માત્ર એટલી જ વિનંતી કરવા માંગુ છું કે તેમનો CDR રિપોર્ટ જાહેર કરવામાં આવે. મારો CDR રિપોર્ટ અથવા ચેટ જારી કરી શકાય છે. પ્રભાકર સેલ અને તેના ભાઈની સીડીઆર રિપોર્ટ અને ચેટ જાહેર કરવી જોઈએ જે બધું સ્પષ્ટ કરી દેશે.

mumbai mumbai news aryan khan NCB Narcotics Control Bureau