Drugs case:આર્યન ખાનના જામીન માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ

20 October, 2021 06:26 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુંબઈ સ્પેશિયલ કોર્ટમાં જામીન અરજી રદ્દ થયા બાદ વકીલે હવે જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

આર્યન ખાન

બૉલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan khan)ની મુંબઈ સ્પેશિયલ કોર્ટમાં જામીન અરજી રદ્દ થયા બાદ વકીલે હવે જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. આજે ક્રુઝ શિપ ડ્રગ્સ કેસ મામલે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. મુંબઈ સ્પેશિયલ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી છે. 

મુંબઈ સ્પેશિયલ કોર્ટમાં અજી રદ્દ થયા બાદ આર્યન ખાનના વકીલે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.આર્યન ખાનની જામીન અરજી એનડીપીએસની વિશેષ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યાર બાદ તેના વકીલોએ તરત જ નીચલી કોર્ટના આદેશને પડકારતા હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે.

આર્યન ખાનના વકીલ દ્વારા 21 ઓક્ટોબરે જસ્ટિસ એનડબલ્યુ સામ્બ્રેની સિંગલ બેન્ચ સમક્ષ અપીલનો ઉલ્લેખ કરવામાં આવે તેવી શક્યતા છે. આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને ફેશન મોડલ મુનમુન ધામેચાની જામીન અરજીઓ ખાસ કોર્ટે બુધવારે બપોરે ફગાવી દીધી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા 3 ઓક્ટોબરના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે.

aryan khan bombay high court mumbai mumbai news