15 February, 2025 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લોઅર પરેલમાં લાગેલું અને તે પહેલા નવી મુંબઈમાં લાગેલ હોર્ડીંગની તસવીર (સૌજન્ય- એક્સ)
તાજેતરમાં જ નવી મુંબઈ ખાતે બળાત્કાર કેસમાં આજીવન જેલની સજા ભોગવી રહેલા આસારામના પોસ્ટરે (Asaram Bapu Ads in Mumbai) ચકચાર મચાવી હતી. અનેક લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો. હવે ફરી લોઅર પરેલમાં આવું જ પોસ્ટર જોવા મળ્યું હોવાનું સામે આવ્યું છે.
ગઇકાલે લોઅર પરેલની અંદર બળાત્કારના દોષી આસારામનાં ચિત્ર સાથેનું એક પોસ્ટર કે જેમાં `માતૃ-પિતૃ પૂજા દિવસ`નો ઉલ્લેખ જોવા મળે છે તેવું પોસ્ટર જોવા મળ્યું હતું. આ પોસ્ટરને કારણે ફરી એકવાર લોકોમાં આક્રોશ ફેલાયો હતો. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ પોસ્ટર ડેલિસ્લે રોડ બ્રિજ પર લગાડવામાં આવ્યા છે. અત્યારે તેના ફોટાઓ વાયરલ થઈ રહ્યાં છે. પોસ્ટર ત્યાં કેવી રીતે આવ્યા? અને તેને લગાડતા પહેલા બીએમસીની મંજૂરી પણ લેવામાં આવી હતી કે કેમ? તે પણ ચર્ચાનો વિષય બન્યું છે.
Asaram Bapu Ads in Mumbai: ફ્રી પ્રેસ જર્નલના જર્નલિસ્ટ સુમિત શર્માએ તાજેતરમાં જ લોઅર પરેલ વિસ્તારમાં આ પોસ્ટર હોવાની વાત કરતી પોસ્ટ મૂકી હતી. તેમાં આ પોસ્ટરનો ફોટો પણ જોઈ શકાતો હતો. આ પોસ્ટમાં જણાવાયું છે કે, "મુંબઈમાં બળાત્કારના ગુનેગાર આસારામનું ફરી એવું જ પોસ્ટર. આટલું લખીને બીએમસીનું પણ આ બાબતે ધ્યાન દોરાયું છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર તાજેતરમાં જ વાશી સ્ટેશનની બહાર જે પોસ્ટર લગાડવામાં આવ્યું હતું, તેને કાઢી લેવાયું છે. મંગળવારે સાંજે વાશી રેલવે સ્ટેશનની બહારથી આસારામની તસવીર વાળું પોસ્ટર કાઢી લેવામાં આવ્યું હતું. આ પોસ્ટર વિશે સોશિયલ મીડિયામાં ઉગ્ર દલીલો થતી હોઇ આખરે નાગરિકો અને પત્રકારોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. અને મામલો પ્રકાશમાં આવ્યાનાં બે જ દિવસમાં તે પોસ્ટર દૂર કરી દેવામાં આવ્યું હોવાના અહેવાલ છે.
એવા પણ અહેવાલો મળી રહ્યાં છે કે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે (Asaram Bapu Ads in Mumbai) કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી કરતાં પહેલા રબે કલાક સુધી કલાક લગભગ 25 કોલ કરાયા હતા. અધિકારીઓએ આ સ્થળની મુલાકાત લઈને આ પોસ્ટર્સ હટાવી દીધા હતા.
જ્યારે આ પોસ્ટર હટાવાયું ત્યાર બાદ સુમિત શર્માએ પોસ્ટ દ્વારા તેની માહિતી આપી હતી કે, "આખરે! બળાત્કાર કેસના દોષી આસારામનું પોસ્ટર વાશી સ્ટેશનની બહારથી હટાવી દેવામાં આવ્યું છે. @NMMConlineના અધિકારીઓ પાસે ઘણી વખત ફોલોઅપ કરવું પડ્યું હતું."
આખી દુનિયા જાણે છે કે આસારામ બાપુ અત્યારે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. એવા સમયે આવા દોષિત ગુનેગારનો મહિમા વધારવો અને જાહેર સ્થળોએ તેનો પ્રચાર (Asaram Bapu Ads in Mumbai) કરવામાં આવ્યો છે ત્યારે લોકો ગુસ્સે ભરાયા છે. વળી, આ પ્રકારના હોર્ડિંગ્સ લગાવવા મંજૂરી આપવી એ પણ કાયદેસર નથી જ સાથે નૈતિક રીતે પણ ગંભીર પ્રશ્નો ઉભા કરનારું છે.