23 November, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશિષ શેલાર
હાલમાં જ શિવસેનાનાં નેતાઓ શાઇના એન.સી., સંજય નિરુપમ, આનંદ દુબે તથા શીતલ મ્હાત્રે દ્વારા સોનિયા ગાંધીનાં સંસ્મરણોના પુસ્તક ‘બિલોન્ગિંગ - ધ જર્ની ઑફ લવ’ના પુસ્તકનાં પાનાં ફાડવામાં આવ્યાં એ બાબતે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા તથા કૅબિનેટ પ્રધાન આશિષ શેલારે પોતાની પ્રતિક્રિયા આપી એ ઘટના બદલ નારાજગી વ્યક્ત કરી હતી. પુસ્તક ફાડવું એ પોતાને જરાય ગમતી બાબત નથી, એમ કહી આશિષ શેલારે આડતકરી રીતે મિત્રપક્ષ શિવસેનાના નેતાઓને ટોણો માર્યો હોવાનું માનવામાં આવે છે.
પુણેમાં એક પુસ્તકના વિમોચન પ્રસંગે હાજર આશિષ શેલારે મહારાષ્ટ્રમાં પુસ્તકની સંસ્કૃતિનું ખૂબ જ મહત્ત્વ હોવાનું કહીને સોનિયા ગાંધીના પુસ્તકનાં પાનાં ફાડવાની ઘટનાને વખોડતાં કહ્યું હતું કે ‘પુસ્તક અને સાહિત્ય નિર્મિતી હંમેશાં લોકોને પુરોગામી જ બનાવે છે. પુસ્તક ફક્ત શોખ માટે નથી એ લોકોનું ઘડતર કરે છે. પુસ્તકો ફાડવામાં આવે એ મને માન્ય નથી. મેં ક્યારેય કોઈ પુસ્તક ફાડ્યું નથી. મેં ક્યારેય વડા પ્રધાનનો નિર્ણય પણ ફાડ્યો નથી.’
પુસ્તકના વિરોધ બાબતે આશિષ શેલારે પોતાનો મત રજૂ કરતાં જણાવ્યું હતું કે ‘કોઈ પુસ્તકનો વિરોધ કરી શકીએ અને વિરોધ-પ્રદર્શનમાં પુસ્તક લઈને પણ બેસી શકીએ. જોકે પુસ્તકને ફાડવામાં આવે એ મને જરાય માન્ય નથી.’