વડા પ્રધાનની અપીલ બાદ આશિષ શેલારે કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં જવાનું માંડી વાળ્યું

12 May, 2026 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા બેઠકો પણ હવે ઑનલાઇન કરવાનો નિર્ણય

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને કલ્ચર મિનિસ્ટર આશિષ શેલાર. BJP‍ના મહારાષ્ટ્રના ઉપાધ્યક્ષ કેશવ ઉપાધ્યેએ સોમવારે સાંતાક્રુઝથી ચર્ચગેટ સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી.

મિડલ ઈસ્ટની કટોકટીને લઈને ક્રૂડ ઑઇલની સપ્લાયમાં અનેક અંતરાય આવી રહ્યા છે અને એના ભાવ ઇન્ટરનૅશનલ માર્કેટમાં વધી રહ્યા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશવાસીઓને અપીલ કરી હતી કે પેટ્રોલ અને ડીઝલના ઉપયોગને નિયંત્રિત કરવા ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવો તેમ જ વિદેશપ્રવાસ પણ ટાળવો. રાજ્યના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને કલ્ચર મિનિસ્ટર આશિષ શેલારે વડા પ્રધાનની અપીલનો સકારાત્મક પ્રતિભાવ આપતાં આજથી શરૂ થઈ રહેલા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં જવાનું માંડી વાળ્યું હતું.

આશિષ શેલારે કહ્યું હતું કે ‘મારા ડિપાર્ટમેન્ટમાંથી ડેલિગેશન કાન નહીં જાય, પરંતુ આ ઇન્ટરનૅશનલ ફિલ્મ-ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને પૂરતો સપોર્ટ આપવામાં આવશે.’
આ ઉપરાંત આશિષ શેલારે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો કરવા માટે ફક્ત ઇલેક્ટ્રૉનિક વ્હીકલ (EV)નો ઉપયોગ શરૂ કરવાની પણ તૈયારી બતાવી હતી. એટલું જ નહીં, હવેથી  ટ્રાવેલિંગ ઓછું થાય એ માટે મીટિંગો પણ ઑનલાઇન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

mumbai news mumbai ashish shelar narendra modi cannes film festival petrol diesel price